Wednesday, January 25, 2023

પ્રજાસત્તાક દિવસનું ભાષણ 26th January 2023 Speech in Gujarati for Students

By Kulind Krishna

26 મી જાન્યુઆરી એટલે કે આપનો પ્રજાસત્તાક દિવસ અને આ પ્રજાસતાક દિવસે જો તમે એક ભાષણ કે વક્તવ્ય તમારા સ્કૂલ કે કોલેજ માં રજુ કરી બધાનું દિલ જીતવા માંગો છો , તો અમે લઇ ને આવી ગયા છીએ 26 મી જાન્યુઆરી ના ખાસ ભાષણ એટલે કે રિપબ્લિક ડે સ્પીચ . તમે આ રિપબ્લિક ડે 2023 ની સ્પીચ એકટલે કે વક્તવ્ય સૌની સામે વાંચી સાંભળવો અથવાતો એને મોઢે તૈયાર કરી ને પણ રજુ સારી શકો છો. અમે તમને આ સરળ અને ટૂંકા ભાષણ આપીએ છીએ જેથી કરી ને તમને યાદ રાખવામાં તકલીફ ના પડે. 

26 january speech gujarati


આજે ગણતંત્ર દિવસ એક રાષ્ટ્રીય તહેવાર છે, જે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ જગ્યાએ ત્રિરંગો લહેરાવવામાં આવે છે, સાથે જ વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે. પ્રજાસત્તાક એટલે દેશમાં વસતા લોકોની સર્વોચ્ચ શક્તિ અને માત્ર લોકોને જ અધિકાર છે કે તેઓ દેશને યોગ્ય દિશામાં લઈ જવા માટે રાજકીય નેતાઓ તરીકે તેમના પ્રતિનિધિઓને પસંદ કરે. તેથી, ભારત એક પ્રજાસત્તાક દેશ છે જ્યાં લોકો તેમના નેતાને વડાપ્રધાન તરીકે પસંદ કરે છે.

જો તમે વિદ્યાર્થી છો અને પ્રજાસત્તાક દિવસનું ભાષણ આપવા જઈ રહ્યા છો, તો સૌપ્રથમ સ્ટેજ પર પહોંચ્યા પછી, સભામાં હાજર તમામ લોકોને અભિવાદન કરો, તમારો પરિચય આપો, તમારું નામ જણાવો અને તમે કયા વર્ગમાં ભણો છો. જો તમારી પોતાની શાળા સિવાયના કાર્યક્રમમાં બોલતા હો, તો તમારી શાળા કે કોલેજનું નામ જણાવો.

ભાષણ 1 (Republic Day સ્પીચ 1)

ભાષણની શરૂઆતમાં સૌ પ્રથમ સૌને નમસ્કાર, ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર માનો. પછી બોલવાનું શરૂ કરો. આપણે બધા આજે આપણા દેશના 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે અહીં એકઠા થયા છીએ. ગણતંત્ર દિવસ પર ભાષણ આપવા બદલ હુ ખુદને સન્માનિત અનુભવી રહ્યો/રહી છુ.  આપણા દેશમાં ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ખૂબ જ આનંદ અને ગર્વ સાથે ઉજવવામાં આવે છે.  આજના જ દિવસે 1950માં આ દિવસે ભારતીય બંધારણ લાગૂ વ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ દેશ પાસે પોતાનું કોઈ બંધારણ નહોતું. આ દિવસે એટલે કે 26 જાન્યુઆરી 1950 ના રોજ, આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું, જે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે બનાવ્યું હતું.

આજે આ બંધારણના કારણે આપણો દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક છે. આ દિવસે, સૌ પ્રથમ, ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ જે હવે અમર જવાન જ્યોતિમાં વિલીન છે તેના પર દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. લોકશાહી દેશમાં રહેવું એ આપણા બધા માટે ગર્વની વાત છે. હું મારા ભાષણનો અંત એમ કહીને કરવા માંગુ છું કે એક સાચા દેશભક્તની જેમ દેશને વધુ સારી જગ્યા બનાવવામાં યોગદાન આપતા રહો. આભાર! જય હિન્દ.

ભાષણ 2 (Republic Day સ્પીચ 2)


અત્રે ઉપસ્થિત મારા આદરણીય આચાર્યશ્રી, મહેમાન ગણ, સર અને મારા પ્રિય વિધાર્થી મિત્રો, આજે હું પ્રજાસત્તાક (ગણતંત્ર) દિવસ વિષે બે શબ્દો કેહવા મંગુ છે જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી.

આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે. 1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેશના લાહોર અધિવેશનમાં ‘પંડિત જવાહરલાલ નહેરુ‘ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કે “જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહિ મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે“. આ બધા સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ સવતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું હતું. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી.

સાર્વભોમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના ‘રાજપથ‘ ખાતે લહેરાવવામાં આવે છે. અને પછી રાષ્ટ્રગાન શરુ કરવામાં આવે છે. આ પ્રસંગ બહુ જ ભવ્ય હોય છે કે જેમાં આપણા લશ્કરની ત્રણે પાંખો લશ્કરી વાહનો સાથે ‘રાજપથ’ પર પરેડ કરે છે.


એ જ રીતે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત, ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.

હવે, હું મારા શબ્દોને અહીં જ રોકવા મંગુ છું અને તમારો, મારુ ભાષણ/વક્તવ્ય/Speech સાંભળવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.

ભાષણ 3 (પ્રજાસત્તાક દિવસનું ભાષણ 3)


આદરણીય પ્રિંસિપલજી... આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રો.. આજે આપણે બધા અહી ગણતંત્ર દિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. દરેક વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનારો ગણતંત્ર દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વમાંથી એક છે.
જેને દરેક ભારતવાસી સંપૂર્ણ ઉત્સાહ, જોશ અને સન્માન સાથે ઉજવે છે.

રાષ્ટ્રીય પર્વ હોવાને નાતે તેને દરેક ધર્મ સંપ્રદાય અને દરેક જાતિના લોકો ખૂબ જ ઉલ્લાથી ઉજવે છે.
ચાલો આપણે બધા જાણીએ કે આપણે 26 મી જાન્યુઆરીના દિવસે જ કેમ ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ ?

વર્ષ 1930 થી ભારતના ક્રાંતિકારીઓ ભારતને એક સંવિધાનવાળો દેશ બનાવવા માંગતા હતા પણ 26મી જાન્યુઆરીના 1950ના રોજ આપણા દેશને પૂર્ણ સ્વાયત્ત ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યુ અને આ દિવસે આપણુ સંવિધાન લાગૂ થયુ હતુ.

આ જ કારણ છે કે દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.

આવો આપણે સૌ મળીને તિરંગો લહેરાવીએ...
આપણો ગણતંત્ર દિવસ છે આવ્યો.. નાચીને ખુશી મનાવીએ
આપણો ગણતંત્ર દિવસ ખુશીથી મનાવીશુ..
દેશ પર કુર્બાન થયેલા શહીદોને શ્રદ્ધા સુમન ચઢાવીશુ
26 જાન્યુઆરી 1950ના રોજ ગણતંત્ર લાગૂ થયો હતો

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે ઝંડો લહેરાવ્યો હતો
મુખ્ય અતિથિના રૂપમાં સુકારનોને બોલાવ્યા હતા..
જે ઈડોનેશિયન રાષ્ટ્રપતિ ભારતના હિતેચ્છુ હતા
હતી એ ઐતિહાસિક ક્ષણ આપણી...
જેણે ગૌરવાનિંત થયુ હતુ ભારત આપણુ
વિશ્વનુ સૌથી મોટુ સંવિધાનનો ખિતાબ આપણે મેળવ્યો છે,
સમગ્ર વિશ્વમાં લોકતંત્રનો ડંકો વગાડ્યો છે.
તેમા બતાવેલા નિયમોને આપણે જીવનમાં અપનાવીએ..
થામીને એક બીજાનો હાથ આગળ ને આગળ ડગ વધારીએ
આવો ત્રિરંગો લહેરાવીએ .. આપણો ગણતંત્ર દિવસ છે આવ્યો ..
ઝૂમીએ નાચીએ ખુશીઓ મનાવીએ.
મિત્રો આપણા દેશને સ્વતંત્રતા ખૂબ જ મહેનત અને પરેશાનીને ઉઠાવ્યા પછી જ મળી શકી છે. તેને બરબાદ ન થવા દો.. ભણો.. કંઈક શીખો અને સૌની સાથે લઈને આગળ વધો
હજુ તો આપણે ફક્ત સાંભળીએ છીએ કે ભારત પિછડાયેલા દેશોમાંથી એક છે.. ક્યાક એવુ ન થાય કે આપણે સાચે જ ધીરે ધીરે પાછળ જતા રહીએ..
આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને અન્ન વસ્ત્ર ઘર બધુ જ મળ્યુ છે. બસ જરૂર છે કે આપણે શીખીએ કે કેવી રીતે આપણે પ્રેમથી એકબીજા સાથે રહીએ.
અંતમાં હુ બસ એટલુ જ કહેવા માંગીશ કે આવો સૌ મળીને કંઈક એવુ કરીએ કે ભારતનો ઝંડો સદા ઊંચો રહે..
જય હિંદ...

તો બનાવો આ પ્રજાસત્તાક દિવસ ને ખાસ તમારા અનોખા ભાષણ અથવા તો વક્તવ્ય સાથે . જો તમને આ રિપબ્લિક ડે સ્પીચ પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ.

0 comments:

Post a Comment